હું મળ્યો જ નથી, મિલનની વાત કેવી છે,
છૂટો પડ્યો નથી, વિરહની વાત કેવી છે;
અસ્તિત્વ મારું , બુંદ મધુમય ટપકતો સદા,
જળ , વરાળ ને ,વરસાદની વાત કેવી છે;
મળી જવાનું છે ભાવ થી ,ભળી જવાનું છે,
લાગણી ની વાવણી, અકબંધ વાત કેવી છે;
હોશિયારી માં હું જ, મને ભુલી જાઉં સદાય,
બેખૂદી માં ખૂદને , ખોળવાની વાત કેવી છે;
દર્દ છું ઝખ્મની દોસ્તીમાં, નિર્વાહ કરું જીંદગી,
મરહમી અંદાજમાં ,આનંદ અનુભૂતિ કેવી છે;