ધીરે થી ધીરે થી, પ્રકટ થઇ રહીછે,
ધરતીની સુગંધિત, પ્રકટ થઇ રહીછે,
ખીલે છે ફુલો ને, મહેંકતી ગુણો માં,
પ્રકૃતિએ આનંદિત ,પ્રકટ થઇ રહીછે,
છુપી ધરબાયેલી, લાગણીઓ ભીતરી,
હદયે થઈ સુવાસિત, પ્રકટ થઇ રહીછે,
મોસમી જાદુ છે, હૂંફાળા થઈ ભીંજાવું,
ચેતના એ પ્રકાશિત, પ્રકટ થઇ રહીછે,
પ્રફુલ્લિત થઇ છે પ્રકૃતિ, કૃતિ ને આકૃતિ,
આનંદ દિલે પ્રવાહિત, પ્રકટ થઇ રહીછે,