ટપક ટપક , ટપકતો રહ્યો છે,
લપક લપક ,લપકતો રહ્યો છે;
વરસાદ જુઓ. ,ધીમી ગતિએ,
ઝરમર ઝરમર ,વરસતો રહ્યો છે;
પ્રેમ નો એકરાર છે. , ધરા તરફનો
ખુબ લાગણીને,તરસતો રહ્યો છે;
મેઢક ના ગીતમાં, તરજ ટરર ટરર,
ઉભરો દિલ નો, છલકતો રહ્યો છે;
ગહેકત મોરને, નચાવત ઢેલડી અહીં,
આનંદ તાતાથૈયા, નચાવતો રહ્યો છે;