ભાવાવેશમાં ફક્ત , ડુબી જવાનું છે,
હા, આપે આપમાં, ડુબી જવાનું છે!
વ્યક્તિ વસ્તુ કે હોય ,પરિસ્થિતિ જે,
આપણે તો માપમાં, ડુબી જવાનું છે,
ડુબકી મારી કૃતાર્થ છે, પ્રેમ સ્વરૂપમાં,
વિરહ ના તાપ માં, ડુબી જવાનું છે,
વેદના સંવેદના શબ્દોમાં,જુબાની એ,
ચેતના ની ચાંપ માં,. ડુબી જવાનું છે,
છોડી તરવાની વાત ,સંસાર સાગરની,
આનંદ ની ધાપ માં, ડુબી જવાનું છે,
======={{{{====}}}}=======