કેવા નસીબ છે જિંદગી, સપના જેવું, લાગે,
આંખો માં, જીવતું કશું, સપના જેવું લાગે!
ચાલો, વાવીએ , સપના અજબ-ગજબ ના,
લણીએ પાક પ્રેમ નો, બધું સપના જેવું લાગે.
શ્વાસ પ્રછવાસ માં, પ્રજ્વલિત રાખીએ સઘળું,
પ્રાણ શક્તિ નાભિમાં છે,બધું સપના જેવું લાગે;
જન્મ મરણ ના કિનારા વચ્ચે, રહી છે જિંદગી,
કામ ક્રોધ મદ મોહ લોભ,બધું સપના જેવું લાગે.
દોસ્તી ની આડમાં દુશ્મની, પાંગરતી સ્વાર્થ માં,
સાપ જેવા સરકે સંબંધો, બધું સપના જેવું લાગે.