હું શબ્દ બની ને, વિખરાઈ ગયો છું,
ઊર્જા ને ઊર્મિમાં, વિખરાઈ ગયો છું;
શોધી લો , જડી જાય ,સાનિધ્ય મારું,
અલ્પ મતિની પાર, વિખરાઈ ગયો છું;
સહજ તો છે, સ્વભાવિક અસ્તિત્વ ને,
માયિક પદાર્થ માંજ,વિખરાઈ ગયો છું,
તુટશે ને ફૂટી જશે, તૃષ્ણા ના પરપોટો,
આસક્તિ ગજબની,વિખરાઈ ગયો છું,
કલ્પના ને તરંગો ની હોળી , સળગાવી,
ઊન્મની માં તપીને, વિખરાઈ ગયો છું ;
સુખદુઃખ લાભ હાની, ઉદાસી ને,આનંદ,
પ્રેમની પરિભાષામાં, વિખરાઈ ગયો છું ;