આંખો થી વરસતી, દિલ એ નૂરાની હતી
ઈબાદત દિલની, ઘણી જ રૂહાની હતી;
રાહ કંટકોનો છે,જરૂર છે મંઝીલ તરફનો,
ફૂલો સમી ભાવના, દિલમાં સુહાની. હતી;
તૂટીને વિખરાઈ જશે, ભલે પતઝડ માં એ,
બધા પળ વસંતની, ખુશી ખૂબ ન્યારી હતી;
રહેમત ઓ દિલ ,ફરિસ્તા ગજબ ની લીલા,
ઈન્દ્રિયાતિત મોજ દિલની એ મસ્તાની હતી;
કુરબાની છે ફક્ત , મન બુદ્ધિ થી ઉપરની એ,
જૂસ્તઝુ અનંત આનંદની ,દિલ ખુમારી હતી;