દિલ એ યાર હુશ્ન , દિલ માં તમન્ના દસ્તુર છે
મહોબતમાં મટી જવું, દિલને મંજુર હોય છે
હસરતો નું હોવું , વ્યાજબી છે જીંદગી માં,
હસરત માં મટી જવું,મહોબત મંજૂર હોય છે
આઈનો તું , પ્રતિબિંબ તું, આઈનો પ્રમાણ તું,
પ્રતિબિંબ માં મટી જવું, પ્રેમ ને મંજુર હોય છે.
ખ્વાબ ને ખ્યાલ છે, આ હસીન દુનિયાદારી માં,
સમય થી આરપાર જવું, દિલને મંજૂર હોય છે.
હોશ ક્યાં છે ને વળી ફુરસદ , મનની અવસ્થા,
દિલ્લગી તદ્રૂપ થઈ જવું, દિલને મંજૂર હોય છે.