દિલોજાન હસીન, ગુલાબી ચહેરો જાણું છું
ભીગી પાંપણ માં, ઝાકળ જેવો જાણું છું
હાલ દિલનો બે હાલ , શંકા કુશંકા શાને છે,
મખમલી પૈગામ માં, કાગળ જેવો જાણું છું
કદી પૂછવું જ નહીં, સાહિલ ને ટકરાશુ કેમ,
ફીણ પરપોટા તરંગ માં,જળ જેવો જાણું છું
મહેકતી પાંદડી માં, મધ જેવો સ્વાદ સ્વભાવે,
હરેક કર્મ ની ફરજ માં, ફળ જેવો જાણું છું.
દૂર નથી નજદીક નથી, અસ્તિત્વ આનંદ સદા,
શ્વાસ અને વિશ્વાસમાં, સફળ જેવો જાણું છું