કાગળ ની ,જ આ કસ્તી છે,
થોડી થોડી જ ગુસ્તાખી છે.
મળે શોખથી ,વિખુટા પડવા
મૌજ મિલન, ગુસ્તાખી છે
ટુટી ને વિખરાવુ , પતઝડ માં,
હસવું વસંત માં,ગુસ્તાખી છે.
લય વિલય ચાલ્યા કરે પ્રકૃતિ,
પ્રલય નો પ્રસાર,ગુસ્તાખી છે.
કબર ની સોગાત , શરીર સદા,
પ્રવાસી જીંદગી, ગુસ્તાખી છે.
ફીણ, પરપોટા ને તરંગ હયાતિ,
પાણી માં પાણી, ગુસ્તાખી છે.
તું તું મૈં મૈં, તાણાવાણા માયાના,
અનંત માં એકજ, ગુસ્તાખી છે