આ હુશ્ન ની ઈબાદત માટી થી વધારે કઈ નહીં,
જળ પવન આકાશ, અનલ વધારે કઈ નહીં,
રૂખસત થતી પ્રતિપળ, શ્વાસ ને પ્રચ્છવાસ માં
પૂરક જીંદગી રેચક છે મોત,. વધારે કઈ નહીં,
બયાન થાય ના જીભ થકી સૌંદર્ય અસીમ તણું
ઈશ્ક હકીકી હાલ છે હકીકતમાં વધારે કઈ નહીં,
મળતા રહ્યા મટતા પણ રહ્યા , હસ્તી મિટાવી ને
મૌજ મિલનની આનંદ છે બસ , વધારે કઈ નહીં,
આનંદ સ્વરૂપ ખુદનું, અસ્તિત્વ અનંત ગજબનુ,
જ્યોતિ ની જ્યોતે મળવાપણુ . વધારે કઈ નહીં,