ચાંદ નું નામ, ઈતમિનાન થી રાખી લો
મન માં ,ભાવને લાગણી જ.રાખી લો
મળી જાય ,રંગત મજા માણવા ની ને,
મનની પાર, અકબંધ જાતને રાખી લો
મન પરિન્દા તું, ઉડાન ભરી લેને નભમાં,
નીલ ગગન સૈર માં , સલામત રાખી લો
ઉમ્મીદો વગર નો, મકસદ રાખવો જરૂર,
રૂહાની આલમ માં ,જીંદગી ને રાખી લો
સુખ દુઃખની આરપાર જ નીકળી જવાનું
આનંદ અહેસાસ ,અનુભૂતિ નો રાખી લો