અહેસાસ દિલમાં , અહીં કશુક ખટકે છે
દિલેનૂર પડછાયો, જરૂર કંઈક અટકે છે
ઈચ્છા તૃષ્ણા માંજ મન ક્યાંક ભટકે છે
જન્મ મરણ માં, ક્યાંક ક્યાંક અટકે છે
મહત્વકાંક્ષી બની, મન ગમેતેમ ભટકે છે
અતૃપ્તિ માં ખટકો ,અભાવ મન ચટકે છે
અતૃપ્તિએ બેબાકળા, ગુસ્સાથી છટકે છે
અધુરો જીવ વાસનામાં,જ અડધે લટકે છે
દુનિયા ની રંગીનીઓમાં , આંખ ભટકે છે
પૈસા પાછળ મન, પદાર્થ ભાવે ભટકે છે.
સુખની શોધ માં, વીતી જીંદગી દુઃખ માંજ,
આનંદ પામ્યા વગર, અજ્ઞાન માં અટકે છે