લહેરાતી ઝુલ્ફો માં, છુપાયેલ ચાંદ શોધું છું
તારલા છે આકાશમાં, અમાસે ચાંદ શોધું છું
કાજલ ની ગહનતા માં અસ્તિત્વ છુપાઈ ગયું,
ભરબપોરે ચાંદની ,આંખ માં ગુમનામ શોધું છું
વલોપાત છે હૈયાને, ઈન્તજાર આલમ છે ખરો
તપતા રેતીના કણો માં, દિલ મૃગજળ શોધું છું
દરતરફ વસંત થતી ને પતઝડ ની વિરાની માંય
ઝાકળ સમી હસ્તી, હુશ્ન નો અંદાજ શોધું છું
ઝખ્મોની પરવાહ ક્યાં છે, દર્દ સાથે દોસ્તી કરી,
નજકાત ભરી નજરે ,મખમલી સંગાથ શોધું છું