સનમ છે ખૂદા , સનમ તો જૂદા છે,
નમન છે સનમ, મનથી તો જૂદા છે,
મળ્યા ને ભળ્યા છે ગજબ દુનિયામાં,
દરેકના વિચારો, ખરેખર તો જૂદા છે;
વીતી જશે વ્હાણુ, સમયની નાવડીમાં,
સમયે સમયે કામ , સમયસર જૂદા છે;
હું ને તું જોડાયા,સંબંધો સજી મજાના,
તનથી ભેળાં સદા જે, મનથી જૂદા છે;
ખેલ પ્રકૃતિનો ગજબ છે,ગુણોના બંધને,
આનંદ અંતરંગને, બહિરંગ મન જૂદા છે;