શમણાં જેવું જીવ , લેવાનું હોય છે,
ખૂલી આંખે ચોળી, લેવાનું હોય છે;
ટકતું કશુંય નથી, કહો છો સુખ જેને,
તરંગો જેવા વહ્યા, જવાનું હોય છે;
મોજ મસ્તી મજાક હોય ,યુવાની માં,
કાળની કતારે લાગી રહેવાનું હોય છે;
ક્ષણિક આનંદ છે, પરિવર્તન પ્રકૃતિ માં,
બદલાતા સંજોગે, બદલવાનું હોય છે;
માપતુ નથી કોઈ ,રસ્તો ઘર થી કબર નો,
યાત્રા છે જીવન ,પ્રવાસ કરવાનું હોય છે;