એક શ્વાસ માં ભરીને વિશ્વાસ
દિલરૂબાની, બની જાય જરાક;
મેલી અંતર નું અભિમાન દ્વેતમાં,
અદ્વૈત અનુભૂતિ થાય, જરાક;
મમત્વ છે માનવ માં,સ્નેહ સદા,
સર્વમાં જૂઓ , સાર્વભૌમ જરાક
દિવ્યતાનું દર્શન,અવતરણ અહીં,
દ્રવીભૂત હ્દય અંતરંગ છે જરાક;
ખેલ છે ઘર થી સ્મશાન સુધી નો,
પહોંચવનું છે આનંદ સુધી જરાક;
====================