નિત્ય નવીન એક સવાર,
એક શ્વાસ ને ઉચ્છવાસ,
એજ તૃષ્ણા થી ઘેરાયેલું,
વાસનામય છે આ બજાર;
મનની પળોજણ, સદંતર
બહેતી સંસાર આ નદી માં,
કામ ક્રોધ ઈર્ષ્યા ના મગર
ચિત્ત મલિનતા , નો વેપાર;
હુંસાતુંસી , મારામારી કરી,
જિજિવિષા બહાને સંકલ્પ,
પામી લેવાનું ખૂદમાં અપુર્ણતા,
આનંદ સ્વરૂપ ભૂલીને સાર
==================