ગૈર તો હતા જ , જન્મ થી મૃત્યુ સુધી,,
મોતને મળી, પાછું, ક્યાંક અમૃત સુધી;
કબર માં થી ફર્યા છે, જીવંત ચૈતન્યમાં,
માટી ની સફર ખેડીને, ફક્ત માટી સુધી;
જીવન તો પ્રવાહ છે, પ્રેમાળ સંસ્પર્શ માં,
ત્યાગ માં તત્પર છે, દિલ દિવાનગી સુધી;
ખોવાઈ શાને જવું, મુસાફર ખાને અહીંયા,
જાગૃતિ અવસ્થા છે, અવસ્થા ત્રય સુધી;
લય વિલય ને પ્રલય થાય છે, પ્રકૃતિ માં' ય,
આનંદ ની સફર છે, ચિદઘન આત્મા સુધી;