રહેમ દિલ બંને શિકારી, પાંજરે થી છુટીએ,
રસમ અને રિવાજોના ,આ હાલથી છુટીએ;
દર્દે ગમ તન્હાઈ માં, ફફડાવી ઘણી પાંખોને,
કુદરતી થાય કરિશ્મા કોઈ. હાલથી છુટીએ;
બેબસી ને બેખબરી માં, જીવ્યા ઘણું ઘણું,
ખૂદ ની ખબરદારી પામી, આ હાલથી છુટીએ;
તૂટતાં ગયા છૂટતાં ગયા. ,બંધન ઉમ્મીદો ના,
બેઉમ્મીદ થાય આત્મચેતના,હાલથી છુટીએ;
આનંદ સ્વભાવિક એક લહાવો છે અનંત માં,
મનની પડોજણ અસાર, આ હાલથી છુટીએ;