તુજ મારા જડ શરીર નો
છેલ્લો એકજ સ્વાસ છે,
તારા સિવાય ક્યાં મને
કોઇ અહીં રાસ છે.
દર્શન હો તારા તે
મુજ નયનની આશ છે,
તારા વિના આ
જીંદગી કંકાસ છે.
તેજ ખુબજ હોય છે
આ પુનમ ની રાતમાં,
તારા વિના અજવાશમા
પણ.....અમાસ છે
છે બધાયે ખાસ મારા
સંબંધોના નીર મા,
પણ આ બધાયે ખાસમા
તુ બધાથી ખાસ છે.
કયાં આવે છે બાગ કોઇ
તારી સાપેક્ષ મા મહેશ?
કયાંય ના દીઠી હોય તેવી
તારામાં સુવાસ છે.
વાટ જોવું છુ હુ એક
તરસ્યા સાગર ની જેમ,
આવીશ તુ બની નીજ સરીતા
તે મુજનો વિશ્વાસ છે.