મારા દિલની મુહોબત છે જૂનાગઢ,
જિંદગીની અસકયામત છે જૂનાગઢ.
નરસિંહના પદ અને લેખ ત્યાં અશોકનો,
છે જાજરમાન એની હકીકત જૂનાગઢ.
દુનિયામાં હું ક્યાંય પણ વસું, પરંતુ
મુજ પર તારી હકૂમત છે, જૂનાગઢ.
બીજું શહેર કોઈ નથી ક્યાંય એના સમું,
કુદરતના હાથની કરામત છે જૂનાગઢ.
લાખ લાખ કરૂં સદા હું સજદા એને,
મારી તો રોજની ઈબાદત છે જૂનાગઢ.
જીવનભર તરોતાજા રહેશે દિલમાં,
સ્મરણોની એક વસાહત છે જૂનાગઢ.
છૂટી કેમ શકે હવે એ મારાથી ,
બહુ જૂની મારી આદત છે જૂનાગઢ.