હે કૃષ્ણ જન્મ લ્યો આજે,
ભયભીત થયેલા આ માનવ ને તમારી વાંસળી ના સુર થી ભયમુક્ત કરો.
હે કૃષ્ણ જન્મ લ્યો આજે,
મન મા ચાલતા કુરુક્ષેત્ર થી લડવા સારથી બની માર્ગદર્શન કરો.
હે કૃષ્ણ જન્મ લ્યો આજે,
અનેક દ્રૌપદી છે આ સંસાર મા જેમના ચીર પુરવાનું કાર્યભાર સ્વીકાર કરો.
હે કૃષ્ણ જન્મ લ્યો આજે,
આસ્થા અને શ્રદ્ધા નો દુરુપયોગ કરનારાઓ નો સંહાર કરો.
હે કૃષ્ણ જન્મ લ્યો આજે,
સિંહાસન ની હોડ મા ભાગતા યુવાનો ને જ્ઞાન નો સાક્ષત્કાર કરાવો.
હે કૃષ્ણ જન્મ લ્યો આજે,
ગીતા મા આપેલું વચન આજે સિદ્ધ કરો