રઢીયાળી રાતના રંગ રેલવતી રમતી રાજવણ,
સખી સંગાથ સજી સવરીને રમતી સાહેલડીને,
શરદની શીતળતાએ શશિ શોભતો શણગારેલો,
મનની મૌલી મુગ્ધ મ્હાલતી મન મંદિરીયે રાસ રે,
પૂનમની પૂર્ણતાએ પ્રિયતમ રાસ પંક્તિએ પ્હેરતી,
ઝણઝણ ઝાંઝરનો ઝણકાર ઝુમખે ઝણહણતી,
વ્હાલમ વિતી વાતે વાગોળતી રાસ રાગોળતી રાતે,
રાસ રેલાવતી રંગીલી રમ્ય રાધા *શરદપૂનમ*'રાતે,
નૈણલીયાની નારી નખરા નિહારતી નશીલી રાસ રે,
વિજ વંચાતી વેણીગુંથેલી વહેતી હૈયે ધારે ધાર રે,
#વિજુ__