"મન થયું છે..."
આજ કાગળ ને કલમ લઈ બેસવાનું મન થયું છે..
આજ ફરી કોઈના પ્રેમમાં પડવાનું મન થયું છે...
કેટલાયે અરમાનો અમે દફનાવ્યા જ છે..
જિંદગીના સિદ્ધાંતોને શાંધવાનું મન થયું છે...
હારેલો-થાકેલો નિરસ બની જીવતો રહેલો..
ઉત્સવના ઉત્સાહ ભરી ફરી નાચવાનું મન થયું છે...
"નવરંગ" ભરેલી દુનિયાનો બે રંગી હું માણસ..
ગોધૂલીના પાંડુરંગે રંગાવાનું મન થયું છે...
ચાલ તને જ પ્રપોઝ કરી લઉં જગતના નાથ.
આજ ફરી તારા જ પ્રેમમાં પડવાનું મન થયું છે.......