ચાલને,
બે હૃદયો વચ્ચે પુલ બાંધીને,
પ્રેમ ની નદી માં
છલાંગ લગાવી દઈયે....
ને પછી ધોધમાર વહી ને,
પૂર્ણતા ના દરિયામાં,
પરપોટા બનીને વિસ્તરી જઈએ,
એકાદ ખરબચડા ખડક ને સ્પર્શી ને,
વ્હાલની ભીનાશ બની જઈએ...
તું કહે તો પરવાળા સુધી પહોંચી જાઉં...
ને એ બધાને પણ આપણા રંગ થી રંગી દઈયે....