પ્રેમ રોગ એવો જેનું કોઈ નિવારણ નથી,
લાગણી છે એક જેનું કોઈ બંધારણ નથી...
દર્દ દિલમાં વસાવ્યું છે એક મનગમતું,
દરદ-એ-દિલનું દોસ્ત, કોઈ મારણ નથી...
યાદ કરતો રહું હું તો એમને નિશદિન,
દોસ્ત, જેને મારું જરા ય સંભારણ નથી...
ક્યારેક તો પાંગરશે પ્યાર એને મારા માટે,
દિલ છે એનું, કોઈ અફાટ કોરું રણ નથી...