હર એક જગ્યા એ તને પામવા માટે ખુદ ને તારા જેવું બનાવતી રહી...
તારી એ મોટા અવાજ માં બોલવા ની આદત...
અને મારો ધીમો અવાજ ને એક કરવા ક્યારેક મોટા અવાજે બોલવા અને તને ધીમે થી બોલવા ની કહેવા ની ટેવ પાડતી રહી...
મને જોઈ ને "કા દોસ્તાર" કહેવા ની તારી આદત...
ને તને દોસ્તાર કહેવા ની આદત પાડતી ગઈ...
આ દશ મહિના ના આપણા સંબંધ માં...
હું ખુદ ને તારા માં ઢાળતી ગઈ...
પણ ખબર ક્યાં હતી...
કે દોસ્તી ની સંબંધ નો અંત લગ્ન નહિ...
પરંતુ વિખુટા પાડવા નો હશે...
એ જ સ્વીકારી ને આજે તારી આદત ને ખુદ માં દુઃખ ભેળવતી રહી...