બોલો ના બોલો
તમારી મરજી,
પણ આપની
મૌન ની લિપી
કેમ ઉકેલવી
તેનો તો કોઈ
રાઝ ખોલો
હું ક્યાં કહું છું
કે અમને સાંભળો
પણ ક્યારેક તો
આપની વાચા નો
પટારો અમારા
માટે પણ ખોલો
હું ક્યાં કહું છુ
કે કાયમ અમને
ઈર્શાદ કહો
પણ ક્યારેક તો
અમારી હરી ભક્તિ
પર કૃપા નો કળશ
તો ઢોળો
બોલો ના બોલો....?