?વાછંટ ?
? ? ?
રોજ સમી સાંજે
દરિયાકિનારે આવુ છુ ...
ઘૂઘવતા દરિયાની થોડી
વાછંટથી મનને
મનાવું છુ..
દરિયાના પાણીમાં દેખાતું
તારું મનમોહક પ્રતિબિંબ
ખરેખર વ્હાલું લાગે છે
બસ એ વ્હાલપની યાદોમાં
વ્હેતો રહું છું.
વળતી વેળાએ તને દૂરથી
બાય-બાય કરું છું
અને
હોઠોથી ફ્લાયઇંગ
કિસ કરી
આંખોમાં ભીનાશ
સાથે હળવે પગલે
પાછો ફરું છુ....
લોકો પાગલ-પાગલ
કહી હસ્તા રહે છે ...
તો....પણ...
હું રોજ લાકડીના
સહારે રડતી આંખે
પાછો ફરું છુ...
:-મનિષા હાથી