મારી મા...
શું લખવું મારી મા માટે
હમેશા રહેતું ચહેરા પર સ્મિત...
ન કયારેય દુખ ની રેખાઓ
ન ઉદાસી ના વાદળો જોયા છે..
હમેશા એક નદીની જેમ વહેતી ખળખળ જોઈ છે..
થાક કયારેય લાગ્યો જ ન હોય એમ રોજ બમણાં ઉમંગ સાથે હમેશા કામ કરતા જોઈ..
આળસ તો મારી "મા" દૂર દૂર સુધી નજરે ન ચડે..
હા.. થોડી કંજૂસ પણ પોતાના માટે..
પોતાના સંતાનો ને ના પાડતાં નથી જોઈ..
મનની ચંચળ સ્વભાવ સૌમ્ય..
એવી છે મારી મા...
""જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મા""