અનુસંધાનો ક્યાં ગોતવા વાતોનાં !?
તને જોઇ, ગમી છે બસ છે!
આંખે પ્રેમનાં ક્યાં ગોતવા ઇજનો !?
મને જોઈ,ઠરી છે,બસ છે !
સોળ શણગારો ક્યાં ઢાંકવા રૂપને !?
મને સાદી,જચી છે,બસ છે !
ઉપમા અલંકાર ક્યાં આપવા ખોટા !?
મને આવી ગમી છે,બસ છે!
વાયદા સોગંદો ક્યાં આપવા છે જૂઠા !?
તને હૈયે ધરી છે,બસ છે!
શમણે કે યાદે ક્યાં જોડવા છે યુગો !?
તને ચાહી ઘડી બે,બસ છે !
દેવાંગને લોકો ક્યાં જાણતાં આમ તો !?
મને યાદી મળી છે,બસ છે !!