તું બેસે તો વાત કહું ગુલાબી સાંજ ની
તું બેસે તો વાત કહું વહેતા ઝરણાં ની
દાબો થઈ ગયો છે નાના એવા દિલ માં
તું બેસે તો વાત કહું કસ્તુરી સપના ની
તળિયું દેખાય ગયું છે શ્વાસનું જીવન માં
તું બેસે તો વાત કહું ક્ષણ ના આયખા ની
કટાય ગયા છે વિચારો એક જ ડબ્બા માં
તું બેસે તો વાત કહું આખાય આકાશ ની
સુકાઈ ગયા છે જે આંખોમાં ને આંખો માં
તું બેસે તો વાત કહું ઓગળતા હિમ ની
મળ્યા ઘણા 'જીત' સ્વાર્થ રાખી ખિસ્સામાં
તું બેસે તો વાત કહું યુગો ના વિશ્વાસ ની
જીતેન ગઢવી