સુખો ની રેલમછેલ ને ઝાકઝમાળ ચારેકોર
સુખો ને પણ દુઃખો ના આવવાની યાતના !
ધરા વિણ સુનું આકાશ રીબાતું એકલું
ધરા ને ય વાદળ ના રીસાવા ની યાતના !
દરિયા માં મોટાં મોજાં, ને પાણી ની મોજ
દરિયા ને ય નદી ના સુકાવા ની યાતના !
રાત રાણી ની સુગંધ , ફૂલો ના પમરાટ
ફોરમ ને ય પાનખર ના આવવાની યાતના !
નવી જ છે રીતભાત, અનોખી રીત ને શૈલી
સંસ્કારો ને ય નવી પેઢી ને સાચવવાની યાતના !