Gujarati Quote in Microfiction by Krupa

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

  સરપ્રાઈઝ કે સદમો ?
*******************

   રિના અને સુજીત ગાડી સાથે દરવાજામાં જતાજ મોટો અવાજ આવ્યો ધડામ અને સાથે એક ચીસ સંભળાણી.

     બને એકીસાથે ગાડીમાંથી ઉતરી ઘરના દરવાજે પહોંચ્યા અને જોયું તો ઘરમાં બધે કાચના ટુકડા અને લાલ રંગના ટીપાં પડેલા હતા.

    બને એકસાથે ચીસ પાડી રાધી.....

     પ્રભાને દાદરમાંથી હાફળી ફાફળી ઉતરતી જોઈ રીનાએ તેને બને ખભા પકડી ભયભીત અવાજે પૂછ્યું રાધી.....ક્યાં....

પ્રભા એ માત્ર ઈશારો કર્યો...☝️

     દાદર ચડી ને દરવાજો ખોલતા જ.

   રાધી : હેપ્પી એનિવર્સરી.......મમ્મી & ( દરવાજા સામે નજર કરતા )..... પપ્પા ક્યાં ?

   રિના : ( નજર ફેરવી ) ? અહીંયા....જ  અરે ક્યાં ગયા ?  સુજીત..... ?( પાછળ ફરીને )

     સુજીત નીચે પડેલ છે અને તેના શ્વાસ પણ ધીમા થઈ ગયા. જલ્દીથી હોસ્પિટલ લઈ જાય છે

      ડો : તેમને હાર્ટએટેક આવ્યો છે અને કોઈ વાતનો સદમો પહોંચ્યો છે..

     ત્યારથી રાધી સરપ્રાઈઝનો શુદ્ધ અર્થ સદમો થાય એ વાત માની ગઈ.

Gujarati Microfiction by Krupa : 111247227
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now