મુસાફર..
મુસાફર છું , મુસાફર રહીશ
આવે ભલે ને અઢળક કાંટા મારગમાં , એથી શું?
કચડી કાંટાઓને , આગળ વધુ છું હું , ને વધતો જ રહીશ.
મળ્યા સંઘર્ષ જરા વધારે નશીબમાં એથી શું?
અડગ મનનો વિશ્વાસ લઈ , ચાલુ છું હું ને ચાલતો જ રહીશ.
મુસાફર છું , મુસાફર રહીશ.
મળે કે ન પણ મળે , મારગમાં સાથે ચાલનારા , એથી શું?
એકલો આવ્યો હતો હું આ દુનિયામાં ને એકલો જ જઈશ.