અમારી બાજુમાંથી પસાર થાતા યુગલામાંના પુરુષે
કીડીખાઉની
જેમ
લાંબી ....જીભે અમને ચાટી લીધા નખશિખ,
પછી
કૈંક
લોલુપ નજરે જોઈ રહ્યો ...
સુની તરફ
અમારી ત્રસ્ત ને ક્રોધિત દ્રષ્ટિથી હતાશ
એની સાથે ચાલતી સ્ત્રી કટાક્ષમાં,
ને તિરસ્કૃત નજરે જોઈ રહી એને
નજરોથી ફટકારતી
'આ નહિ સુધરે'
ને
પત્ની તરફ ખંધા હાસ્યથી જાણે એ નફટાઈથી જવાબ આપી રહ્યો,
'જોવામાં શું જાય છે?આંખો છે તો જોઉં તો ખરોને?
--જયશ્રી જોષી