દર્પણ જેવા બનીએ તો ?
જ્યારથી ચેહરો જોવાનો અરીસો બન્યો ,ત્યારથી માણસ અને દર્પણ વચ્ચે એટલી અતૂટ મિત્રતા થઈ ગઈ છે કે એકબીજાને મળ્યા વગર ચાલતું જ નથી !
સવારે ઉઠે અને પહેલા દર્પણ સાથે જ મુલાકાત કરે ! પોતાનો ચહેરો પહેલા
જુએ , દર્પણ જયારે હા પાડે એટલે બીજું કામ શરૂ કરે... દર્પણ પણ બિચારું શુ બોલે ? દર્પણ માત્ર આપણો ચેહરો કે આપણું શરીર જ જુએ છે.
આપણું હૃદય કે આપણા વિચારો ને જોવાનું દર્પણ હજુ નથી બન્યું !! સારું છે નથી બન્યું !!
જો બન્યું હોત તો આપણો એ છુપાયેઓ ચેહરો જગજાહેર થઈ જાત
અને એકબીજાના સંબંધો ખરાબ થઇ જાત !!
જે દિવસે આપણે દર્પણની જેમ -સત્ય બોલવા વાળા- બની જશું તે દિવસે દુનિયા બદલી જશે અને સૌ સુખી થઈ જશે !!..
હરસુખ રાયવડેરા "હસુ"