એમ જ કંઇ ગોપીઓ ના ઘડા નહીં ફૂટતા હોય ;
કૃષ્ણની નજર ના બાણ પણ એવા વાગતા હશે .
એમજ કંઇ ચૂલા પર ના દૂધ નહીં ઉભરાતા હોય ;
કાન્હા ની મૂરલી ના સૂર પણ એવા રેલાતા હશે .
એમ જ કંઈ રાધા ભાન ભૂલી ને નહીં નાચતી હોય ;
મનમોહન ના પ્રેમ નો ભાવ પણ એવો છવાતો હશે .
Dr.Divya