ઘડિયાળ રાહુલને બહુ ગમતી, માત્ર કાંડા ઘડિયાળ જ નહીં દીવાલ ઘડિયાળ એલાર્મ કલોક, શો પીસમાં પણ ઘડિયાળ ટુંકમાં બાથરૂમ થી લઇ બેડરૂમ સુધી બધેજ ઘડિયાળ. આ વિચિત્ર શોખ થી રાહુલને જિંદગી ચાલતી હોય એવું લાગતું. આટલી ઘડિયાળમાં એક બંધ હતી, સેલ બદલાવ્યા પણ ઘડિયાળ બગડી ગયેલ રિપેર પણ થઈ શકે એમ ન હતી. હોલમાં બધાને નજરે પડે તેમ આ ઘડિયાળ માટે ઘણાં એ રાહુલ ને કહ્યું હશે કે બંધ ઘડીયાળ ન રખાય અથવા કબાટ માં રાખી દે પણ રાહુલનો એક જ જવાબ હોય કે બંધ ઘડીયાળ પણ બે વખત તો સાચો જ સમય બતાવે. તે ઘડિયાળ રાહુલ ને તેનાં પપ્પા એ હોસ્ટેલમાં ભણવા ગયેલ ત્યારે આપેલ સમય નું મહત્વ સમજાવતા અને ત્યારે જ સાથે કહેલ કે દરેક વસ્તુમાં હકારાત્મકતા રાખવાની અને ઘડિયાળ બંધ પડે તો પણ બે વખત સાચો સમય દર્શાવે. પપ્પા તો પ્રભુધામ ગયાં પણ તેમણે આપેલ ઘડિયાળ હમેંશા જીવન ને જીવવા અને દરેક પરિસ્થિતિ ને જોવા નો અલગ દ્રષ્ટિકોણ આપતાં ગયાં.(#MMO )