માતા માટે તેનું બાળક સૌથી ઉત્તમ કલાકૃતિ જ તો હોય છે. લોહીના રંગો થી ચીતરાયેલ ચિત્ર એટલે બાળક. માતા બાળક માટે પોતાનું અસ્તિત્વ પણ ન્યોછાવર કરી દે છે. સમય શોખ તો બહુ ગૌણ વસ્તુ ગણાય. નવ મહિના બાળકને ગર્ભ માં રાખ્યા બાદ જ્યારે જન્મ આપે છે ત્યારે તેનું કામ પૂરું નથી થઈ જતું. તે પોતાના બાળક ની નાનકડી હરકતો, એની દરેક પળો ને પોતાની સ્મૃતિમાં કંડારીને રાખે છે. (#MMO )