ચીલ કરો ને જરા તો , મોમ ડેડ
આખો દિવસ આટલી લ્હાય ના હોય
વહેલાં સૂઈ ને વહેલાં ઊઠવાનું ?
એવું તો કારણ સિવાય ના હોય !
ટાઈમ સર નહાવ ને ખુબ ભણો
આવી તમ ઘેલછા ના ઉપાય ના હોય !
બહાર જઈ ને બસ ખુલ્લાં માં રમો
પણ એમ કંઈ મોબાઇલ ની વિદાય ના હોય
પીઝા બર્ગર , સ્વીગી અમારા દોસ્ત
ખીચડી ભાખરી ના રોજ ટ્રાય ના હોય
મિત્રો સાથે રોજ કરવી હોય છે મોજ
તમે કહો એટલે એમને ગુડબાય ના હોય
ધરપત રાખો ને હવે થોડી થોડી
કંઈ કારણ વગર જ હાય હાય ના હોય
લિ. આજ કાલ નાં છોકરાં