ભાઈ તું છે મારી તાકાત... તું છે તો દુનિયા નો શું ડર...રક્ષા ખાતર ઉભો રહે છે અડીખમ, મુશ્કેલ પળો માં આવી જાય છે વગર કહ્યે.. બોલ તને શું આપું આશિષ... રક્ષા ના આ તાંતણા થી બાંધું છું તને રાખડી.. હંમેશા રહે કાંડુ તારું મજબૂત,સૂરજ જેવા તેજ રહે તારા ભાલ પર, પૂનમના ના ચંદ્ર જેવું તેજ રહે તારી આંખમાં,આકાશની વિશાળતા સમું રહે તારું દિલ, તારા પર અવિરત આર્શી વચન ધાર વહ્યા કરે...