હેપી રક્ષા બંધન
જ્યારથી અંજુ દીદી ઘરેથી ભાગી ગયેલી ત્યારથી ઘરના કોઈએ એને જોયેલ નથી.આ વખતે આરવને એની બહુ યાદ આવતી હતી.
આરવે ખૂબ તપાસ કરાવી.મહામહેનતે એને અંજુદીદીનું એડ્રેસ મળ્યું.
આરવ રસ્તામાં અંજુદીદીને યાદ કરતો રહ્યો.
કેવા પ્રેમથી અંજુ નાનકડાઆરવને રાખડી બાંધતી હતી." મીઠાઈનો ટુકડો મોઢામાં નાખીને કહેતી સો વર્ષ જીવજે ભઈલા."આ તારું રક્ષા કવચ છે. કોઈ તોડી નહિ શકે.
મળેલા એડ્રેસ પર આરવ પહોંચ્યો ત્યાં એને ખબર પડી કે અંજુ દીદી હોસ્પિટલ છે.સિટી હોસ્પિટલમાં પહોંચીને એને પૂછા કરી.બીજા માળે, રૂમ નંબર 8
શું થયું હશે અંજુદીદી ને? અવઢવમાં રૂમ પર પહોંચીને જોયું તો દીદીની બાજુમાં ઘોડિયામાં જીજુ નાના બાળકને રમાડી રહ્યા હતા. નાનકડો ભાણેજ એની સામે હસતો હતો.
અંજુ ખૂબ ખુશ થઈ અને બોલી "આરવ મામા હેપી રક્ષા બંધન"..