મેં આગળ પણ કહ્યું છે કે, હું નંબર ગેમ માં નથી માનતી... મારું લેખન કાર્ય સતત ચાલું રહે મારા વાચક મિત્રો અને મને સંતોષ થાય એટલું જ મારે મન મહત્વનું છે... અને તોય કેટલીક ખુશીની પળ આવી જાય તો એને બધાને સાથે વહેંચવી મને ગમે છે!
આપ સૌના પ્રેમ અને આશિર્વાદ થકી આજે માત્રુભારતી લેખક સમૂહમાં મારું નામ પહેલાં નંબરે છે..! હજી બધી જૂની વાર્તાઓ જ ત્યાં મૂકી રહી છું તે છતાં વાચકોનું જે ઘોડાપૂર આવ્યું એ જોઇને હું અચંબિત થઈ ગઈ છું... એક નવી નક્કોર નવલકથા આપ સૌ માટે ઓનલાઇન મૂકવી જ પડે... આપ સૌના પ્રેમ બદલ એટલું કરવું મારી ફરજ બને છે! હાલ નહિ પણ થોડાક જ સમયમાં એક મસ્ત નવલકથા લઈને આવીશ...?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?