જૂના એ દિવસો ફરી ફરી ને યાદ આવે છે
ચાલને મન પાછા એ સમય માં આંટો મારી આવીયે
એ પરોઢિયા ના પ્રભાતિયાનું ગાવું
પક્ષીઓ ની સાથે સૂર મિલાવવું
સૂરજદાદા નું ધીમે ધીમે ધરતી માતા ના ચરણને સ્પર્શવું
ચાલને મન પાછા એ સમયમાં
મંદ મંદ હવાનું વહેવું
સાથે સાથે ભીની ભીની માટીનું મહેકાવવું
એ સવારના મંદિરોની ઘંટીનું
વાતાવરણ ને શુધ્ધ કરવું
ચાલને મન પાછા એ સમયમાં
એ બપોરમાં ટપાલીકાકા નું આવવું
ટપાલના ઢગલા માં પોતાના સ્વજન નું મહેકાવવું
ચાલને મન પાછા એ સમયમાં
સંધ્યાની એ આરતી નું કાનમાં ગુંજવું
મંદિરોમાં એ ઘંટારવનું થવુ
સાથે ઢોલ નગારા નું જોડાવવું
વાતાવરણ માં એક સાત્ત્વિક વિચારો નું ફેલાવવું
ચાલને મન પાછા એ સમયમાં
રાત્રીના અંધકારમાં અગાસી માં જવુ
તારાઓની સાથે વાતોમાં મશગુલ થવું
હજારો તારાઓની ચાદર ઓઢી નિંદરમાં પોઢવું
ચાલને મન પાછા એ સમયમાં
સુપ્રભાત
હેમાંગી