આમ તો હું બહુ મળતાવડી નથી. કલાકો સુધી એક પણ શબ્દ બોલ્યા વગર બેસી રહી શકું છું અને મિત્રતાના નામે બે ચાર અંગત સખી સિવાય કોઈ ના મળે...
પણ... આ ફેસબુક પર આવ્યા પછી અને લખવાનું ચાલું કર્યા પછી મને અધધ મિત્રો મળ્યાં છે! હવે ફોન હાથમાં હોય ત્યારે હું જરાય ચૂપ નથી રહેતી... બોલતી નથી પણ લખી નાખું છું! મનમાં જે ઊભરો આવે એને શબ્દો રૂપે અહીં ઠાલવવાની લત લાગી ગઈ છે અને જ્યારે આપ સૌનો પ્રતિભાવ જોવું ત્યારે મિત્રતા પર વિશ્વાસ ઔર વધી જાય છે.
ભૂલ દેખાડે એવા મિત્રને, સાચી રાહ દેખાડે એવા મિત્રને, હું ખોટી હોઉં તો ધરાર કૉમેન્ટમાં કહી દે “આપ સે ભૂલ હુઈ નિયતી" એવા મિત્રને, મારી સાવ નક્કામી પોસ્ટ પર પણ ❤️નું લાઈક બટન ક્લિક કરે એવા મિત્રને, મારી પોસ્ટ પર ફરકવાનું બંધ કર્યું હોય એવા મિત્રને, જ્યારે પણ ફેસબુક પર હાજર થાય ત્યારે શોધી શોધીને મારી પોસ્ટ પર એક સામટી કૉમેન્ટ કરનાર મિત્રને, મારી સાથે દલીલબાજી કરનાર અને મને એમના મેગેઝિન, ન્યુઝ પેપર વગેરેમાં મારાં “ના" કહેવા છતાં વારંવાર આર્ટિકલ - વાર્તા મોકલવાનું કહ્યા કરનાર દરેક મિત્રને મિત્રતા દિવસની ઢગલો શુભકામનાઓ ?
જેનો ઉલ્લેખ કરવાનું બાકી રહી ગયું હોય એ મિત્રને દિલથી મિત્રતા દિવસ મુબારક ?
આપણી દોસ્તી આમ જ અખંડ રહે, પવિત્ર રહે એવી નિયતીની શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના ?