?તારી યાદ?
તું નથી તો શું થયું? તારી યાદ તો છેને મારી પાસ,
કંઈ રહે કે ના રહે અે રહેશે મારી સાથ.
સંબંધ તૂટ્યો તો શું થયું હજુ લાગણીઓનો છે વાસ,
પાસ નથી અેટલું જ બાકી વિચારોનો છે સાથ.
પ્રેમમાં થયો કરાર ને બે પ્રેમી વચ્ચે થઈ તકરાર,
એ પછી જિંદગી એ લીધો બીજો આકાર.
મનથી માનવ અલગ થયો ને દિલથી કરે છે યાદ,
ખરેખર તો આ પ્રેમના નામે જ જિંદગી કરે છે બરબાદ.
ભૂલીશ નહીં તું મને સાચા પ્રેમની છે આ વાત,
યાદ આવીશ નહીં હું તને અેવી વિતશે નહીં એકેય રાત.
અંતે તું આવીશ મારે પાસ, નથી એ દિલનો કોઈ ભાસ,
સાથે રમસુ પ્રેમના રાસ, બસ છેલ્લી છે આ આશ......
?*NIVU JAIN*?