અગ્નિદાહ,જ્યારે માણસ મરી જાય પછી સ્મશાને લઈ ગયા પછી અંતિમ જે વિધિ આવેછે તેને અગ્નિદાહ કહેવામાં આવે છે
આ વિધિ પત્યા પછી મરનારનું શરીર બાકી અસ્થી સ્વરૂપે જોવા મળેછે
પહેલા જમાનામાં સ્રીઓ સ્મશાનમાં જતી ના હતી ફક્ત ઘણી બહાર તેના અંતિમ દર્શન કરી લેતી હતી..
પણ સમય બદલાઈ ગયો છે...માટે આજે તો ઘણીવાર તેમણે ના છૂટકે સ્મશાનમાં આવવું પડે છે..કારણકે તેની પાછળ ઘણી મજબુરીઓ પણ હોય છે
હમણાં મોડાસા શહેરમાં એક પટેલ કાકા ગુજરી ગયા તેમણે છોકરાઓ ના હતા બસ ત્રણ છોકરીઓ જ હતી..હવે સવાલ એ ઊભો થયો કે બાપને દાહ કોણ આપે! આમેય તેમની છોકરીઓ એ પોતેજ તેમના બાપની અરથી ખભે ઉપાડી લીધી હતી માટે સ્મશાને ગયા પછી તેમણે એક સાથે જ સળગતી આગ પકડીને પોતાના બાપને દાહ આપ્યો હતો
કારણકે..તેમણે કહ્યું કે આ અમારી માં ગણો કે બાપ ગણો જે કંઈ હતા તેજ અમારા માટે હતા..તેમણે અમને માં વગર મોટા કર્યા ભણાવ્યા..ને અમારા બધાના માં વગર લગ્ન કર્યા..અમારી પાછળ તેમણે પોતાની આખી જિંદગી ઘસી નાખી તો આવા સમયે અમે તેમના કામ કેવી રીતે ભૂલી શકીએ!
આજે આ ત્રણેય બહેનો..ભાઈ વગર માં વગર ને બાપ વગરની થઈ ગઈ છે..
અફસોસ તેમણે ઘણોજ છે..પણ શું થાય! કોઈ આખી જિંદગી સાથે રહેવાનું નથી..એક દિવસ તો સૌ એ જવાનું છે.
આજે સૌ સાથે છીએ તો કાલે તો એકલા પડવાના જ છીએ...
બસ આજ છે જીવનની સાચી હકીકત જેને આપણે સૌ એ સ્વીકારવી જ પડશે.