કંઈક પ્રાપ્ત કરવા માટે કંઈક તો ગુમાવવું જ પડે છે.. ક્રિયા ની પ્રતિક્રિયા સામે હોય જ છે જે આપણે દેખીતી રીતે જોય શકીયે છીએ... કે આમ કરશું તો આમ થશે અને આમ નહીં કરીએ તો આમ થશે અથવા આમ થશે... પણ આપણને એ વાસ્તવિક દૃષ્ટિકોનને સમજવાનો પ્રયત્ન બહુ ઓછા લોકો કરે છે... માણસ કા તો પોતાની ઈછાઓ મુજબ જીવવાનું પસંદ કરે છે કા પોતાની પાસે જે પડી રહી છે જિંદગી એ ની એ મુજબ જીવવાનું પસંદ કરે છે... જેને આઝાદ રહેવું છે જેને પોતાના comfort zone બહાર કંઈક કરવું છે.. પોતાના સપના અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધવું છે તેને ખબર જ હોય છે કે કા હું ડૂબી જઈશ કા હું આ દુનિયામાં હું તરી જઈશ અને મારી કંઈક આગવી ઓળખ બનાવી લઈશ..
પરિણામ બધાને ખબર જ હોય છે કે શું થવાનું છે.. કા હારી જશું કા જીતી જશું ફરક ત્યારે પડે છે કે માણસ જિંદગીથી જ્યારે થાકી હારી જાય છે.. ગમે તેટલી પછડાટ મળે પણ ઈશ્વરે જીન્દગીતો બેસુમાર દિલ ખોલીને આપી છે... એને તો દિલ ફાડીને જીવી લઈએ... તમારી પાસે શું છે અને શું હતું અને શું મળશે એની ચિંતામાં જીવન જીવવાનું જ ભૂલી જતા હોઈએ છીએ...